મોરબી નજીક કન્ટેનર હડફેટે બાઈક સવાર યુવાનનું મૃત્યુ

- text


પત્ની અને પુત્રીને લઈ ખાખરેચીથી મોરબી જતા સમયે બનેલી ઘટના

મોરબી : માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામથી પત્ની અને પુત્રી સાથે મોરબી આવી રહેલા બાઈક ચાલક યુવાનને જુના સાદુળકા ગામની સીમમા કન્ટેનર ચાલકે હડફેટે લઈ ટાયરનો જોટો ફેરવી દેતા માસુમ પુત્રી અને પત્નીની નજર સામે બાઈક ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામથી પત્ની અને પુત્રી સાથે મોરબી આવી રહેલા બાઈક ચાલક મુકેશભાઇ ઠાકરશીભાઇ ખાંભડીયાને જુના સાદુળકા ગામની સીમમા માળીયા મોરબી હાઇવે રોડ ઉપર આવેલ કેનાલ નજીક ટ્રક કન્ટેનર નંબર GJ-39-T-9977ના ચાલકે હડફેટે લઈ ટાયરના જોટા નીચે લઈ લેતા બનાવ સ્થળે જ મુકેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક મુકેશભાઈના પત્ની મીનાબેન મુકેશભાઇ ખાંભડીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text