મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત તમાકુ નિષેધ તેમજ વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન સેમિનાર ઉપરાંત ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી.

આ સ્પર્ધામાં વિવિધ વિદ્યાશાખાના કુલ 80 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતા સ્પર્ધકોને મુખ્ય ઈનામો તેમજ દરેક સ્પર્ધકોને પ્રોત્સાહક ઈનામો અર્બન હેલ્થ સેન્ટર તરફથી અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે મેડિકલ ઓફિસર ડો.હાર્દિક દેત્રોજા, એમ.પી.એચ.ડબલ્યુ. વૃજરાજભાઈ લોખિલ તથા પ્રદીપભાઈ નિમાવત, હીતેશભાઈ વણકર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં વિદ્યાર્થીઓને તમાકુ નિષેધ તેમજ તમાકુની જીવલેણ અસરો ઉપરાંત વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપ્યુ હતું. ઉપરાંત વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે સેમિનાર યોજવા બદલ સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, નિર્મિતભાઈ કક્કડ સહિતના સ્ટાફગણનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text