હળવદના માનસર નજીક એસટી બસ હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

- text


સુરેન્દ્રનગર – મોરબી રૂટની બસના ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો

હળવદ : હળવદ – મોરબી હાઇવે ઉપર માનસર ગામ નજીક એસટી બસના ચાલકે બેદરકારી પૂર્વક બસ ચલાવી બાઈક ચાલકને હડફેટે લેતા બાઈકસવાર યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ – મોરબી હાઇવે ઉપર માનસર નજીક જીજે -18 – ઝેડ – 6575 નંબરની સુરેન્દ્રનગર – મોરબી રૂટની બસના ચાલકે બેદરકારી પૂર્વક પોતાની હવાલાવાળી બસ ચલાવી એમપી – 46 – એમટી – 5060 નંબરનું બાઈક લઈને મોરબીથી હળવદ તરફ જઈ રહેલા રાકેશ છગનભાઇ ડાવર ઉ.24 નામના મૂળ મધ્યપ્રદેશના યુવાનને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના કૌટુંબિક કમલ તારાચંદ ડાવર રહે. હાલ લિવોલા ગ્રેનિટો લગધીરપુર રોડ વાળાની ફરિયાદને આધારે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text