ચોરીના મોટરસાયકલ સાથે માળિયાનો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી શહેરમાં લગાવેલા નેત્રમ સીસીટીવી કેમેરા તેમજ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ચોરી થયેલા મોટરસાયકલ સાથે માળિયાના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી હનીફ સંધવાણી (ઉં.વ. 30, રહે, સંધવાણી શેરી, માળિયા) વાવડી ચોકડીથી આગળ હોવાની બાતમી મળતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમે વાવડી ચોકડીથી મોટર સાયકલ સાથે આરોપી હનીફ સંધવાણી નીકળતા તેને રોકીને પુછપરછ કરતાં મોટરસાયકલના કાગળો ન હોવાનું જણાવ્યું હતું. પોકેટ કોપથી સર્ચ કરતાં આ મોટર સાયકલ ચોરીનું હોવાનું જાણવા મળતા આરોપીની અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

- text