26 જુલાઈએ મોરબીમાં મહિલાલક્ષી યોજનાઓ અને કાયદા અંગે કેમ્પ યોજાશે

- text


મોરબી : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી ખાતે કાર્યરત ‘સંકલ્પ’ હબ ફોર એમ્પાવરમેન્ટ ‘ડીસ્ટ્રિકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન’ દ્વારા આગામી તારીખ 26 જુલાઈ ને શુક્રવારના રોજ મહિલાલક્ષી યોજનાઓ તથા કાયદાઓનો વર્કશોપ/કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

26 જુલાઈના રોજ સવારે 10 વાગ્યે મોરબીના અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલા જલારામ મંદિર ખાતે મિશન શક્તિ યોજના અન્વયેના 100 દિવસીય અવેરનેસ કમ એનરોલમેન્ટ ડ્રાઇવ અંતર્ગત મહિલાલક્ષી યોજનાઓ તથા કાયદાઓના વર્કશોપ/કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં મોરબીની મહિલાઓ તથા પુરુષોને બહોળી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

- text