મોરબીના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારમાં 23 જુલાઈએ વીજ કાપ રહેશે

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 23 જુલાઈના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રહેશે. જેમાં અમતૃ ઇન્ડસ્ટ્રીયલ તથા બેલા ખેતીવાડી સવારે 9 થી બપોરે 11 વાગ્યા સુધી બંધ રહેશે. ટિટેનિયમ ઇન્ડસ્ટ્રીયલ ફીડર સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી બંધ રહેશે. આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક (એચ.ટી), ખેતીવાડી વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text

- text