મોરબી તાલુકા કક્ષા યુવા ઉત્સવમાં ભાગ લેવા 31 જુલાઈ સુધીમાં અરજી કરી શકાશે

- text


મોરબી : રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી દ્વારા સંચાલિત તાલુકા કક્ષા યુવા ઉત્સવ 2024-25 ના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 રાખવામાં આવી છે. આ સ્પર્ધામાં 15 વર્ષથી ઉપર અને 20 વર્ષ સુધીના વિભાગ “અ” (31/12/2004 થી 31/12/2009 ) વચ્ચે જન્મેલા), 20 વર્ષથી ઉપર અને 29 વર્ષ સુધીના વિભાગ– બ (31/12/1995) થી 30/12/2004 વચ્ચે જન્મેલા) તથા 15 વર્ષ થી ઉપરના અને 29 વર્ષ સુધીના “ખુલ્લા” વિભાગમાં (31/12/1995 થી 31/12/2009 વચ્ચે જન્મેલા) ભાગ લઈ શકશે.

આ સ્પર્ધામાં વક્તૃત્વ, નિબંધ, ચિત્રકલા, હળવું કંઠ્ય સંગીત, લોકવાદ્ય સંગીત, એક પાત્રીય અભિનય, શાસ્ત્રીય કંઠ્ય – હિંદુસ્તાની, ભરતનાટ્યમ, તથા કથ્થક આમ કુલ 9 સ્પર્ધાઓ “અ” તથા “બ” બન્ને વિભાગમાં યોજાશે. જ્યારે પાદપૂર્તિ, ગઝલ શાયરી લેખન, કાવ્ય લેખન, દુહા છંદ ચોપાઈ, લગ્નગીત, આમ કુલ 5 સ્પર્ધાઓ માત્ર “બ” વિભાગ માટે યોજાશે. જ્યારે, લોક વાર્તા, સર્જનાત્મક કારીગરી, ભજન, સમૂહગીત, લોકનૃત્ય, લોકગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત– કર્ણાટકી, સીતાર, વાંસળી, તબલા, વીણા, મૃદંગમ, હાર્મોનિયમ (હળવું), ગીટાર, મણીપુરી, ઓડીસી, કુચિપુડી, એકાંકી, શિધ્ર વક્તત્વ સ્પર્ધા, એમ 19 સ્પર્ધાઓ “ખુલ્લા” વિભાગમાં યોજાશે.

- text

તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા, પ્રદેશકક્ષા, રાજ્યકક્ષા, સ્પર્ધાના સ્તર રહેશે. ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી તા:- 31 /07/2024 સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.236/257, 2જો માળ,તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-2, 363642 ખાતે જમાં કરવાના રહેશે.તા 31/07/2024 પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

- text