મોરબીની સમસ્યાઓ હલ ન થતાં શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 22 જુલાઈએ રામધુનનું આયોજન

- text


મોરબી : મોરબી શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે. ત્યારે મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ 22-7-2024 ને સોમવારના રોજ સવારે 11:30 કલાકે નગરપાલિકા કચેરી ગ્રાઉન્ડ ખાતે રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલ મોરબી શહેરમાં ગંદકી, ગટર, રસ્તાઓ, રખડતા- રઝળતા પશુઓ, પાણીના પ્રશ્નોને લગતી પ્રાથમિક જરૂરિયાતો અંગે પ્રજા હાલાકી ભોગવી રહી છે. શહેરમાં અનેક જગ્યાએ ગટરના પાણી રસ્તા પર ઉભરાય છે. ગટરના ઢાંકણાઓ ખુલ્લા અને તૂટેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે. જેના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. ત્યારે આવા પ્રશ્નોનું નગરપાલિકા દ્વારા કોઈ નિરાકરણ આવતું નથી અને પ્રજાને ન્યાય મળતો નથી. જેથી આ રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

- text