મોરબીના લાભનગર નજીક રહેણાંકમાંથી દારૂ – બિયરના જથ્થા સાથે એક પકડાયો, એક ફરાર

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર સામે વાડીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો હતો, સાથે જ વિદેશી દારૂના સપ્લાયરનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે ધરમપુર રોડ ઉપર આવેલ લાભનગર સામેની વાડીમાં રહેણાંક મકાનમાં દરોડો પાડતા કેબલ ઓપરેટર એવા આરોપી કેશુભાઈ રમેશભાઈ દેગામાના કબ્જામાંથી વાઈટ લેસ વોડકાની 19 બોટલ તેમજ ગોડફાધર બિયરના 144 ટીન મળી આવતા પોલીસે રૂપિયા 20,100ની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો કબ્જે કરી આરોપીની પૂછતાછ કરતા વિદેશી દારૂનો આ જથ્થો આરોપી વિપુલ સોમાભાઇ લોદરિયા રહે.ગોપાલગઢ, તા.ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર વાળા પાસેથી ખરીદ્યાની કબૂલાત આપતા એલસીબી ટીમે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text