મોરબીમાં ઉછીના નાણાં આપવાની ના પાડતા વૃદ્ધ ઉપર છરી વડે હુમલો

- text


મોરબી : મોરબી ભડિયાદ રોડ ઉપર પગપાળા જઈ રહેલા વૃદ્ધને રોકી ઉછીના નાણાં આપવા માંગણી કરતા વૃદ્ધે પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ વૃદ્ધને જાતિ પ્રત્યે અપમાનિત કરી છરીનો ઘા ઝીકી દેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભડિયાદ કાંટા નજીક રહેતા દેવજીભાઈ છગનભાઇ પરમાર ઉ.65 ચોકદારની નોકરી કરી ઘેર જતા હતા ત્યારે પાટીદાર કારખાના પાસે આરોપી પ્રભુભાઈ બાબુભાઇ સુરેલા નામનો શખ્સ સામે મળતા દેવજીભાઈ પાસે ઉછીના પૈસા માંગતા દેવજીભાઈએ પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે દેવજીભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરી ગાળો આપી છરીનો ઘા ઝીકી દેતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text