લાલપર પાસે ડમ્પર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત

- text


મોરબી : મોરબીના લાલપર પાસે ડમ્પર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત થયાની ઘટના સામે આવી છે. ડમ્પરનું ટાયર ફાટતા તે ટ્રેકટર સાથે ધડાકાભેર અથડાયું હતું. આ અકસ્માતને પગલે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. વધુમાં ડમ્પર માટી ભરેલું હતું. જેમાંથી રોડ પાસે જ માટી ઠાલવવી પડી હતી. તેને લીધે પણ ટ્રાફિકને અસર થઈ હતી.

- text