સ્થાનિકોના ઘરોમાં ગંદા પાણીનો ભરાવો, અવારનવાર રજૂઆતો છતાં પાલિકા કાર્યવાહી ન કરતી હોવાની રાવમોરબી : મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર ચોકઅપ થયેલી ગટર ઠીક કરવામાં નગરપાલિકા આળસ કરી રહી હોય સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે.નરેશભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર પંચાસર રોડ ઉપરના ખૂણાથી કપિલા હનુમાન ચોક- વાવડી રોડના ખુણા સુધીની ભૂગર્ભ ગટર ચોક અપ થઈ ગઈ છે. જેના કારણે ગટરના અને વરસાદના પાણીનો નિકાલ થતો ન હોય ત્યાંના રહીશોમાં ઘરમાં પાણી ઘૂસે છે. આ મામલે પાલિકામાં અવારનવાર રજૂઆતો કરી છે. કોઈ સરખા જવાબ પણ આપતું નથી. આ મામલે પાલિકા તાકીદે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠે છે.