મોરબી : મોરબી જિલ્લામાં આજે મેઘરાજાએ અનેક વિસ્તારોમાં હેત વરસાવ્યું છે. જેમાં મોરબીમાં રાત્રીના 10 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ જેટલો જ્યારે ટંકારામાં સવા ઇંચ વરસાદ પડ્યો હોવાનું નોંધાય છે.મોરબી જિલ્લામાં આજે વરસાદી માહોલ જામ્યો છે. ઠેક- ઠેકાણે વરસાદ પડ્યો છે. રાત્રે 10 વાગ્યા સુધીમાં મોરબીમાં 35 મિમી એટલે કે દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો બીજી તરફ ટંકારામાં 32 મિમી વરસાદ નોંધાયો હતો.મોરબી જિલ્લામાં રાત્રીના 10 સુધીનો વરસાદટંકારા 32 mmમોરબી 35 mmવાંકાનેર 04 mmહળવદ 07 mm