વાંકાનેરમાં વિદેશી દારૂ ભરેલી ઇનોવા સાથે એક ઝડપાયો

- text


મોરબી એલસીબી ટીમે કરેલું સફળ ઓપરેશન

વાંકાનેર : મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વાંકાનેરમાં મિલ પ્લોટ ફાટક નજીક આવેલ સ્વપ્નલોક સોસાયટીમાથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા કારમાં સાથે એક શખ્સને ઝડપી લઈ રૂપિયા 62,400ના દારૂ તેમજ ઇનોવા કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે વાંકાનેરમાં મિલ પ્લોટ ફાટક પાસે, સ્વપ્નલોક સોસાયટીમાં દરોડો પાડતા ઇનોવા કાર નંબર GJ-03-ER-6826માંથી આરોપી મુળરાજસિંહ નવલસિંહ ઝાલાના કબ્જામાંથી રૂપિયા 62,400ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 156 નંગ બોટલ ઝડપાઇ જતા પોલીસે રૂપિયા 3 લાખની ઇનોવા તેમજ 10 હજારનો મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3,72,400નો મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પૂછતાછમા દારૂના આ ધંધામાં આરોપી થોભણભાઈ રહે.સુરેન્દ્રનગર વાળાની સંડોવણી ખુલતા એલસીબી ટીમે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ વાંકાનેર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

- text

- text