Morbi : ઉદ્યોગપતિએ 150થી વધુ વૃક્ષો વાવી જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : મોરબીની સેઝોન પેપર્સ પ્રા.લી. કંપનીના માલિક અને પર્યાવરણ પ્રેમી કાનાભાઈ ભુતે આજે તેમના જન્મદિવસ નિમિત્તે 150થી વધુ વૃક્ષો વાવીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. કાનાભાઈ ભુત દ્વારા આજે જન્મદિવસ નિમિત્તે તેમની પેપર મીલથી શરૂ થતા રોડથી લખધીરપુર ગામ સુધી 150થી વધુ વૃક્ષો વાવ્યા હતા અને વૃક્ષો વાવીને પ્રકૃતિનું રક્ષણ અને જતન કરવાની અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી. બધા લોકોએ પોતાના જન્મદિવસની ઉજવણી 5 વૃક્ષો વાવીને કરવી જોઈએ તેવી ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.

- text

- text