મોરબીના ઘુંટુ નજીક કારખાનામાં પ્રેમ પ્રકરણમાં છરીઓ ઉડી, એક ઘાયલ 

- text


પરિણીત લેબર કોન્ટ્રાક્ટરને પરિણીતા સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ ડખ્ખા 

મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર ઘુંટુ ગામની સીમમાં આવેલ લાયકોસ બાથવેર કારખાનાના પરિણીત લેબર કોન્ટ્રાક્ટરને ત્યાં કામે આવતી મહિલાની પરિણીત બહેન સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ પ્રેમ સંબંધની પરિણીતાના માતા, બનેવી સહિતના લોકોને જાણ થઈ જતા કચ્છ અને અમદાવાદના લોકોએ યુવાન તેમજ તેના મિત્રો ઉપર સમાધાનના નામે હુમલો કરતા એક યુવાનને છરી લાગી જતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે, જયારે લેબર કોન્ટ્રાકટર અને પરિણીતાએ મૈત્રી કરાર કરી લીધાનું સામે આવ્યું છે.

- text

પરણિત પ્રેમીઓના પ્રેમ પ્રકરણમાં ડખ્ખા અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લગધીરપુર રોડ ઉપર ઘુંટુ ગામની સીમમાં આવેલ લાયકોસ બાથવેર કારખાનામાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતા ફરિયાદી નિલેશભાઇ નાજાભાઇ પંચાલે આરોપી (૧) વિનુબેન શનાભાઇ સોલંકી રહે. ગાંધીધામ કચ્છ (૨) રાહુલભાઇ મોતીભાઇ ડાભી રહે. અમદાવાદ (૩) હસમુખભાઇ શીવાભાઇ પરમાર રહે. લાયકોસ બાથવેર કારખાનામાં અને (૪) અશ્વિનભાઇ શનાભાઇ સોલંકી રહે.ગાંધીધામ કચ્છ વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેઓને કારખાનામાં કામે આવતા આશાબેનની બહેન અરૂણા ઉર્ફે કિંજલ સાથે પ્રેમ સંબંધ બંધાતા આ અરુણા ઉર્ફે કિંજલ અવાર નવાર કારખાને આવતી હતી જે બાબતની જાણ તેના પરિવારજનોને થઇ જતા આરોપીઓ કારખાને આવ્યા હતા અને અગાઉ ફોનમાં થયેલ બોલાચાલી અંગે સમાધાન કરવાનું કહી આરોપી વિનુબેને ઢીકાપાટુનો માર મારી આરોપી રાહુલ મોતીભાઈ ડાભીએ સાહેદ સાગર ઉર્ફે રાહુલને છરી ઝીકી દેતા સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ છે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નિલેશ પંચાલની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text