રવાપર - લીલાપર કેનાલ રોડ ઉપર સૂર્યકીર્તિ સોસાયટીમાં બનેલો બનાવમોરબી : મોરબીના રવાપર - લીલાપર કેનાલ રોડ ઉપર સૂર્યકીર્તિ સોસાયટીમાં વર્ધમાન એપાર્ટમેન્ટ નજીક તોફાને ચડેલા ખૂંટિયાઓએ દસ જેટલી કારનો ભુક્કો બોલાવી નાખતા વાહન માલિકોને વગર વાંકે નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો.મોરબી શહેરમાં નગર પાલિકા દ્વારા રસ્તે રઝડતા ઢોર પકડવાની કામગીરી સદંતર બંધ હોય લાંબા સમયથી આખલાઓ સહિતના રસ્તે રઝળતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આજે રવાપર - લીલાપર કેનાલ રોડ ઉપર સૂર્યકીર્તિ સોસાયટીમાં આવેલ વર્ધમાન એપાર્ટમેન્ટ નજીક ખૂંટિયા તોફાને ચડતા દસ જેટલી કારને હડફેટે લઈ કારનો ભુક્કો બોલાવી નાખ્યો હતો. વધુમાં આ ઘટનાને પગલે વાહન માલિકોને વગર વાંકે નુકશાની સહન કરવાનો વારો આવ્યો હતો.