પોલીસને બાતમી કેમ આપે છે કહી મોરબીના યુવાન ઉપર હુમલો 

- text


શહેરના યમુનાનગર વિસ્તારમાં બનેલી ઘટના 

મોરબી : મોરબીના યમુનાનગર વિસ્તારમાં રહી ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા યુવાન ઉપર બે શખ્સોએ અમારી પોલીસને કેમ બાતમી આપે છે કહી લાકડી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબી શહેરના યમુનાનગરમાં રહેતા અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતા મહેન્દૃભાઇ ઉર્ફે માવજીભાઇ પરબતભાઇ ડાંગર સાથે ઝઘડો કરી આરોપી સાગર ધીરૂભાઇ ચાવડા તથા રાજદીપ ઉર્ફે છોટીયો મીયાત્રા, રહે. બન્ને મોરબી યમુના નગર વાળાએ અમારી બાતમી પોલીસને કેમ આપે છે કહી લાકડી વડે હુમલો કરી હાથ ભાંગી નાખ્યા બાદ મોબાઈલ ફોનમા પણ ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text