મોરબીમાં જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર હુમલો 

- text


મોરબી : મોરબી તાલુકાના આંદરણા ગામના જયેશકુમાર ભોજાભાઇ પરમાર મોરબી ખાતે ઘુંટુ રોડ ઉપર શબરી હોટલની સામે ઉભા હતા ત્યારે બોલેરો ગાડીમાં આવેલ આરોપી (૧) હરજીભાઇ ભારાભાઇ રાતડીયા (૨) મસાભાઇ હિન્દુભાઇ રાતડીયા (૩)કાનાભાઇ જસાભાઇ રાતડીયા (૪) ધમાભાઇ પોપટભાઇ રાતડીયા નામના શખ્સોએ જુના ઝઘડાનો ખાર રાખી ધોકા વડે માર મારતા જયેશકુમારનો હાથ ભાંગી ગયો હતો. બનાવ અંગે જયેશકુમાર ભોજાભાઇ પરમારની ફરિયાદને આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

- text

- text