મોરબી : મોરબી ફોટો- વીડિયો એસોસિએશન દ્વારા તારીખ 6-8-2024ના રોજ સવારે 9 થી 4 કલાક દરમ્યાન મોરબી ખાતે પ્રથમ વખત મેગા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.આ વર્કશોપમાં મુંબઈના માનસી ઠક્કર દ્વારા લગ્ન ફોટોગ્રાફી તથા વીડિયોગ્રાફીનો વ્યવસાય, બિઝનેસ ડેવલોપમેન્ટ, સોશિયલ મીડિયા રિલ્સ અને ટ્રેન્ડસ, કેમેરા અને ગેર્સ ટેક્નિકલ જાણકારી, સવાલ - જવાબ વગેરે કરવામાં આવશે. આ વર્કશોપમાં મેમ્બર્સ માટેની ફી રૂ. 250 તથા નોન મેમ્બર્સ માટેની ફી રૂ. 350 છે. આ વર્કશોપનો લાભ લેવા માટે વિનોદભાઈ મો. નં. 98793 29633, મહાદેવભાઈ મો. નં. 98253 58978, નાઇસ ક્લબ લેબ (ભૂરાભાઈ) મો. નં. 96875 20023 પર બુકીંગ કરાવાનું રહેશે.