રોટરી ક્લબ ઓફ હળવદ અને તેની 7 કલબનો 10મો પદગ્રહણ સમારોહ યોજાયો

- text


ક્લબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ તરીકે ડો. રોહિતભાઈ મેંઢા અને સેક્રેટરી તરીકે મનીષભાઈ દેથરીયાએ શપથ લીધા

હળવદ : હળવદના આગમન પાર્ટી પ્લોટ ખાતે રોટરી ક્લબ ઓફ હળવદ અને તેની 7 ક્લબનો 10મો પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રોટરી ક્લબ સાથે સંકલિત વિવિધ ક્લબના પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને બોર્ડ મેમ્બરોએ વર્ષ 2024-25 માટે શપથ લીધા હતા અને પદગ્રહણ કર્યું હતું.

આ પદગ્રહણ સમારોહમાં રોટરી ક્લબ ઓફ હળવદના પ્રેસિડેન્ટ તરીકે ડો. રોહિતભાઈ ચંદુભાઈ મેંઢા અને સેક્રેટરી તરીકે મનીષભાઈ દેથરીયાએ શપથ લીધા હતા. તેમજ રોટરેક્ટ ક્લબમાં પ્રેસિડેન્ટ તરીકે કલ્પેશ દવે અને સેક્રેટરી તરીકે ચિરાગ ગુપ્તાએ શપથ લીધા હતા. ઇનરવીલ ક્લબમાં પ્રેસિડેન્ટ તરીકે અલ્પાબેન ગઢીયા અને સેક્રેટરી તરીકે પાયલબેન પુજારા, આર. સી. સી. ક્લબ હળવદમાં પ્રેસિડેન્ટ તરીકે બળદેવભાઈ પંચાસરા અને સેક્રેટરી તરીકે ગોરધનભાઈ સુરાણી, આર. સી. સી. ક્લબ ટીકરમાં પ્રેસિડેન્ટ તરીકે રવિભાઈ દેથારીયા અને સેક્રેટરી તરીકે હસમુખભાઈ એરવાડીયા, ઇન્ટરેક્ટ ક્લબમાં પ્રેસિડેન્ટ તરીકે વિવેક રાવલ અને સેક્રેટરી તરીકે કરણ ચાવડા, અરલીએક્ટ ક્લબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલમાં પ્રેસિડેન્ટ તરીકે શુભમ લાખાણી અને સેક્રેટરી તરીકે જૈમિન પરમારે પદગ્રહણ કર્યું હતું.

- text

ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે સુરતથી રોટરી ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3060 ના ગવર્નર તુષારભાઈ શાહ તથા ચીફ ગેસ્ટ તરીકે નગરપાલિકા હળવદના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલોરિયા તેમજ અરલીએક્ટ ક્લબના ડિસ્ટ્રિક્ટ ચેરમેન રાજેન્દ્રસિંહ રાણા તથા આસિસ્ટન્ટ ગવર્નર રસ્મિનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ હળવદની નવી ટીમ કાયમી પ્રોજેક્ટો ચાલુ રાખશે અને અન્ય નવા લોક અને સમાજ ઉપયોગી સેવાકીય કાર્યો હાથ ધરશે એવું રોટરી ક્લબના નવા વરાયેલા પ્રમુખ રોહિતભાઈ મેંઢાએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં આજુબાજુની કલબના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો અને હળવદની સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ અને પત્રકારો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઇવેન્ટ ચેર રીતેશભાઈ કારિયા અને અંકિતભાઈ લખતરીયા તેમજ ડો. હર્ષદભાઈ લોરિયા, નરભેરામભાઈ અઘારા અને રોટરી ક્લબના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. ગજેન્દ્રભાઈ મોરડીયા અને પ્રતિકભાઈ પાઠક દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

- text