મોરબીના નીચી માંડલ નજીક ખનીજચોરી કરતા કરોડોના વાહનો કબ્જે

- text


એક હ્યુન્ડાઇ એસ્કેવેટર મશીન અને ત્રણ ડમ્પર સીઝ : પ્રશાંત કુંડારિયાના વાહનો હોવાનું ખુલ્યું

મોરબી : મોરબી ખાણ ખનીજ વિભાગને મળેલી ફરિયાદને આધારે મોરબી તાલુકાના નીચીમાંડલ ગામ વિસ્તાર આસ-પાસ ખનીજ ચોરી મામલે દરોડો પાડી પ્રશાંત કુંડારિયા નામના શખ્સની માલિકીના એક હ્યુન્ડાઇ એસ્કેવેટર મશીન અને ત્રણ ડમ્પર ખાણ ખનીજ વિભાગે સીઝ કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરની ટીમ દ્વારા મોરબી તાલુકાના નીચીમાંડલ ગામ વિસ્તાર આસ-પાસ ખનીજ ચોરી થતી હોવાની બાતમીને આધારે દરોડા પાડી એક હ્યુન્ડાઈ એસ્કેવેટર મશીન જેના ચેસીસ નં-N635D03987 તેમજ ત્રણ ડમ્પર વાહન (1) GJ-05-BT-2814 (2) GJ-05-BT-2645 અને (3) GJ-36-V-6009 વાહન કબ્જે કરવામાં આવ્યા હતા. વધુમાં તમામ વાહનોના માલિક પ્રશાંતભાઈ કુંડારીયા નામની વ્યક્તિ હોવાનું બહાર આવતા ખાણ ખનીજ વિભાગે ખનીજના બિન-અધિકૃત ખનન-વહન બદલ તમામ મશીનરી અને વાહનને સીઝ કરી નિયમોનુસાર આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text