વરસાદ અપડેટ : મોરબી જિલ્લામાં રાત્રે 8 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત

- text


મોરબીમાં માત્ર 10mm જ્યારે ટંકારામાં 30mm વરસાદ નોંધાયો

મોરબી : મોરબીમાં ગુરુવારે સાંજે મેઘરાજા મહેરબાન થયા હતા. સાંજે સારા વરસાદના પગલે લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. સાથે સાંજના કામ પરથી ઘરે જવાના સમયે ધોધમાર વરસાદના કારણે બાઈક પર જતા લોકોને નાં છૂટકે વરસાદની મજા લેવી પડી હતી. જ્યારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરવાના કારણે ટ્રાફિકજામની સમસ્યા પણ સર્જાઈ હતી.

મોરબી જિલ્લામાં સરકારી તંત્રના ચોપડે આજે સાંજે 6 થી રાત્રિના 8 વાગ્યા સુધીમાં બે કલાકમાં નીચે મુજબનો વરસાદ નોંધાયો હતો.

- text

ટંકારા : 30 mm
મોરબી : 10 mm
વાંકાનેર : 04 mm
હળવદ : 07 mm
માળીયા મીયાણા: 00 mm


- text