મોરબીમાં યુવાન ઉપર ટ્રેકટર ચડાવી હત્યા નિપજાવવાના પ્રકરણમાં એકની ધરપકડ

- text


પરિવારજનની ફરિયાદને આધારે પોલીસે ટ્રેકટર ચાલક અને બે અજાણ્યા વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો

મોરબી : મોરબી તાલુકાના મકનસર ગામના પાણીના ટાંકા નજીક યુવાનને ટ્રેકટર નીચે કચડી નાખી હત્યા કરાયાના ચકચારી બનાવમાં મોરબી તાલુકા પોલીસે ટ્રેકટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નવા મકનસર ગામે રહેતા નિવૃત એસટી કંડકટર ગંગારામભાઈ ચકુભાઈ મકવાણાએ તેમના પુત્ર પ્રકાશને ટ્રેકટર ઉપરથી નીચે ફેંકી દઈ બાદમાં પ્રકાશ ઉપર ટ્રેકટર ફેરવી દઈ હત્યા નિપજાવવા મામલે આરોપી ગોરધનભાઇ સોમાભાઇ મગવાનીયા રહે.હનુમાનજી મંદિર વાળી શેરી, પ્રેમજીનગર, મકનસર તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો. બાદમાં પોલીસે ગોરધનભાઈ સોમાભાઈ મગવાનિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text