ઘુંટુ નજીક ખુલ્લામાં પત્તા ટીચતા પાંચને પકડી લેતી એલસીબી

- text


મોરબી : મોરબી એલસીબીએ ઘુંટુ ગામ પાસે ખુલ્લામાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂ.૭૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ટીમે બાતમીના આધારે ઘુટુ ગામથી ઉંચી માંડલ જવાના રસ્તે પાર્થ હોટલની બાજુમાં જાહેરમાં ખુલ્લામાં જુગાર રમતા દયારામભાઈ શામજીભાઈ સોરીયા, યુનુસભાઇ હબીબભાઇ રાઠોડ, રાધવજીભાઇ ભુરાભાઈ પરેચા, દીલીપભાઇ રૂગનાથભાઈ સરવડીયા, રૂપેશભાઇ લખમણભાઇ કલોલાને રોકડ રૂ. ૭૨,૪૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓ સામે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડયા,પો.સબ.ઇન્સ. કે.એચ.ભોચીયા તેમજ એલ.સી.બી. સ્ટાફના માણસો રોકાયેલ હતા.

- text