મૃતકના પરિવારજનોએ હત્યા અંગે આશંકા વ્યક્ત કર્યા બાદ પોલીસે ટ્રેકટર ચાલક અને બે અજાણ્યા વિરુદ્ધ ગુન્હો નોંધ્યોમોરબી : મોરબી તાલુકાના મકનસર ગામના પાણીના ટાંકા નજીક યુવાનને ટ્રેકટર નીચે કચડી નાખી હત્યા કરાયાના ચકચારી બનાવમાં અંતે મોરબી તાલુકા પોલીસે મૃતકના પરિવારજનોના આરોપ બાદ ટ્રેકટર ચાલક તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના નવા મકનસર ગામે રહેતા નિવૃત એસટી કંડકટર ગંગારામભાઈ ચકુભાઈ મકવાણાએ તેમના પુત્ર પ્રકાશને ટ્રેકટર ઉપરથી નીચે ફેંકી દઈ બાદમાં પ્રકાશ ઉપર ટ્રેકટર ફેરવી દઈ હત્યા નિપજાવવા મામલે આરોપી ગોરધનભાઇ સોમાભાઇ મકવાણા રહે.હનુમાનજી મંદિર વાળી શેરી, પ્રેમજીનગર, મકનસર તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.