વાંકાનેરમા તસ્કર દોઢ લાખ ભરેલું પર્સ ચોરી ગ્યો ! ઘટના સીસીટીવીમાં કેદ

- text


કટલેરીની દુકાનમાં બનેલી ઘટના

વાંકાનેર : વાંકાનેરની ભરબજારમાં ધોળે દહાડે તસ્કર કટલેરીની દુકાનમાંથી દોઢ લાખની મતા ભરેલું પર્સ ચોરી નાસી જતા ચકચાર જાગી છે, જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થતા વીડિયો વાયરલ થયો છે.

વાંકાનેરની મુખ્યબજારમાં આવેલ પોપટલાલ મનસુખલાલ કટલેરીવાળાની દુકાનમાંથી એક અજાણ્યો શખ્સ રૂપિયા દોઢ લાખની માલમતા ભરેલું પર્સ ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરવામાં આવી છે, ગઠિયો દુકાનમાંથી પર્સ ચોરી કરીને ભાગતા સીસીટીવીમા કેદ પણ થઈ ગયો છે અને હાલ વીડિયો પણ વાયરલ થયો છે.

- text

- text