વાંકાનેરના તીથવા ગામે વાડીમા ધમધમતી જુગાર કલબ ઝડપાઇ

- text


મોરબી : વાંકાનેરના તીથવા ગામે વાડીમા ધમધમતી જુગાર કલબ ઉપર દરોડો પાડી વાંકાનેર તાલુકા પોલીસે તીનપત્તિનો જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા રૂ.૫૩,૮૫૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો.

વાંકાનેર તાલુકાના તીથવા ગામની કાંકરીયા નામે ઓળાખાતી સીમમા આરોપી સરફરાજભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા રહે.તીથવા વાળો પોતાના કબ્જા ભોગવટાવાળી વાડીમા ઓરડીમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા આરોપી (૧) સરફરાજભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા (૨) દિનેશભાઇ ભવાનભાઈ કાનાણી (૩) મહમંદરફીકભાઇ અહમદભાઇ વકાલીયા

- text

(૪) કાંતીલાલ બેચરભાઇ ભુત ઉવ.૫૧ રહે.સજનપર અને (૫) દિપકભાઈ કરમશીભાઇ દેત્રોજા ઉવ પર રહે.મોરબી વાળાને રોકડા રૂપીયા ૫૩,૮૫૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

આ સફળ કામગીરી પીએસઆઇ એલ.એ.ભરગા, તીથવા ઓ.પી. ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ. કીર્તીસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. જયેશભાઇ માણસુરીયા તેમજ લોકરક્ષક કીશનભાઈ મેર સહિતના સ્ટાફે કરી હતી.

- text