મોરબીમાં રવાપર રોડ ઉપર વિદેશી દારૂના આઠ ચપલા સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રવાપર રોડ ઉપર નાગરિક બેન્ક નજીકથી બાઇકમાં શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા આરોપી (૧) અશ્વિનભાઇ રામજીભાઇ મુછડીયા, રહે.મોરબી-૨ સો ઓરડી રામદેવપીરના મંદીર પાસે અને (૨) ભરતભાઇ રણછોડભાઇ અંબાલીયા, રહે.લુટાવદર તા.મોરબી વાળાઓને વ્હાઇટ લેસ વોડકા ઓરેન્જ ફલેવર દારૂના ૧૮૦ એમ.એલ.ના શીલબંધ ૮ ચપલા કિંમત રૂપિયા ૮૦૦ સાથે ઝડપી લઈ ગુન્હામાં ઉપયોગમાં લીધેલ જીજે-૩૬-કયું-૬૩૭૭ કિંમત રૂપિયા ૩૦૦૦૦ સહિત કુલ રૂપિયા ૩૦૮૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text