મોરબી : દર વર્ષે તા. જુલાઇ 17ના રોજ આંતરરાષ્ટ્રીય ન્યાય દિન ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે સંપૂર્ણ વિશ્વમાં ઉજવવામાં આવે છે. જુલાઇ 17 એ 'આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય' (International Criminal Court)ને માન્યતા આપતી 'રોમ સંધી'ની (Rome Statute) વર્ષગાંઠ છે. આથી, આ દિવસની ઉજવણી માટે 17 જુલાઈની તારીખ પસંદ કરાયેલી છે. દર વર્ષે ખાસ તો અપરાધીક ન્યાયાલયને પ્રોત્સાહન આપવા માટે, વિશ્વભરનાં લોકો આ દિવસની ઉજવણી કરે છે. આ દિવસનો હેતુ વિશ્વમાં બનતી ખાસ અપરાધીક ઘટનાઓ, જેવી કે જાતિસંહાર , નરસંહાર, મહિલા અત્યાચારનાં ગંભીર ગુનાઓને અટકાવવાનો છે.આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસનો ઉદ્દેશઆ દિવસનો હેતુ પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેમના ન્યાયને સમર્થન આપવા માટે દરેકને એક માધ્યમ પર લાવવાનો છે. આ દિવસ મૂળભૂત માનવ અધિકારોની હિમાયત કરવા અને ફોજદારી ન્યાયને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસનો ઇતિહાસ17 જુલાઈ, 1998ના રોજ, 120 દેશોએ એક સંધિ પર હસ્તાક્ષર કરવા માટે એકસાથે આવ્યા, જેને રોમ સ્ટેચ્યુટ ઓફ ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ કહેવાય છે. આ સ્થાપના ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) તરીકે જાણીતી થઈ, જે 1 જુલાઈ, 2002ના રોજ અમલમાં આવી. રોમ કાનૂન પર હસ્તાક્ષર કરવાની ઉજવણી કરવા માટે, ત્યારથી દર વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ મનાવવામાં આવે છે.