ટંકારાના સાવડી ગામ નજીક રીક્ષા પલટી જતાં પાંચને ઈજા

- text


ટંકારા : ટંકારાના સાવડી ગામ નજીક એક રીક્ષા પલટી જતાં પાંચ લોકોને ઈજા પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે મોરબીનો મુસ્લિમ પરિવાર મોરબીથી ધ્રોલ તાજીયા જોવા માટે રીક્ષામાં જઈ રહ્યો હતો. તે દરમિયાન ટંકારના સાવડી ગામ નજીક વળાંક પર સીએનજી રીક્ષા પલટી મારી ગઈ હતી. રીક્ષા પલટીને ખેતરમાં ઉતરી ગઈ હતી. જેથી રીક્ષામાં સવાર પાંચ લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ટંકારા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

- text

- text