હળવદના રાયધ્રા ગામે 190 વિદેશી દારૂના ચપલા અને 7 બોટલ ઝડપાઇ

- text


વાડીના શેઢે છુપાવી રાખેલો દારૂનો જથ્થો પકડાયો આરોપી ફરાર

હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે વાડીના શેઢે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના 190 ચપલા તેમજ 7 બોટલ કબ્જે કરી હાજર નહિ મળી આવેલા વાડી માલિકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામની સીમમાં વાડી ધરાવતા આરોપી સહદેવ ભારતભાઈ નંદેસરિયા નામના શખ્સે પોતાની વાડીએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા વાડીના શેઢે છુપાવી રાખેલ વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના ચપલા નંગ 190 કિંમત રૂપિયા 19000 તેમજ ગ્રીન લેબલ દારૂની 7 બોટલ કિંમત રૂપિયા 2450 સહિત કુલ 21,450નો મુદ્દામાલ પકડાઈ ગયો હતો. જો કે, દરોડા દરમિયાન આરોપી સહદેવ હાજર નહિ મળી આવતા પોલીસે આરોપીને ફરાર જાહેર કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text