હળવદની સરા ચોકડીએ યુવાનને હડફેટે લઈ રીક્ષા ચાલકે દાદાગીરી આચરી

- text


મીઠાઈની દુકાનમાંથી યુવાનને બહાર કાઢવા પ્રયાસ કરી જાનથી મારી નાખવા ધમકી આપી

હળવદ : હળવદ શહેરની સરા ચોકડીએ રોડ ઉપર જતા યુવાનને રીક્ષા ચાલકે હડફેટે લઈ બાદમાં પગ ઉપર રીક્ષાનું ટાયર ફેરવી દઈ રોડ તારા બાપનો છે કહી ઝઘડો કરી મીઠાઈની દુકાનમાંથી યુવાનને બહાર કાઢવા પ્રયાસ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

હળવદની સરા ચોકડીએ આવેલ મીઠાઈની દુકાનમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અંકિત સતપાલ શર્મા ઉ.23 નામના યુવાને હળવદ પોલીસ મથકમાં આરોપી સંજય મેપા ભરવાડ નામના રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે પોતે રોડ ઉપર પસાર થતો હતો ત્યારે આરોપી સંજય ભરવાડે રીક્ષા અથડાવી રોડ તારા બાપનો છે ? સાઈડમાં ચાલ કહી ઝઘડો કરી જતો રહ્યો હતો. બાદમાં યુવાન જે દુકાનમાં કામ કરે છે ત્યાં ફરી કોઈ અજાણ્યા વ્યક્તિને લઈને આવ્યો હતો અને યુવાનને દુકાન બહાર કાઢવા પ્રયાસ કરી ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસે અંકિતની ફરિયાદને આધારે આરોપી સંજય ભરવાડ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

- text

- text