મોરબીના ટીંબડી ગામના સ્મશાનમાં લટકતી હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી

- text


મોરબી : મોરબીના ટીંબડી ગામે આજે સવારે સ્મશાનમાં લટકતી હાલતમાં એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. મળતી વિગતો પ્રમાણે આજે સવારે ટીંબડી ગામના સ્મશાનમાં એક વૃક્ષ સાથે લટકતી હાલતમાં લાશ મળી હતી. આશરે 25 વર્ષ આસપાસના યુવકની આ લાશ હોવાનું અને વૃક્ષ સાથે ફાંસો ખાઈ લીધો હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગામ લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકનું નામ હજુ જાણી શકાયું નથી. મૃતના હાથ પર ઓમ લખેલું હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text