મોરબી જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદની આગાહી

- text


મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે તારીખ 17 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી- તરઘડિયાના જણાવ્યા પ્રમાણે મોરબી જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદ પડશે.

આવતીકાલે તારીખ 17 જુલાઈ ને બુધવારના રોજ મોરબી જિલ્લામાં છુટા છવાયા વિસ્તારમાં 112 મીમી એટલે કે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. તો તારીખ 18 થી તારીખ 21 જુલાઈ સુધી છુટા છવાયા વિસ્તારમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં તારીખ 18 અને 19 જુલાઈએ 63 મીમી, 20 જુલાઈએ 24 મીમી અને 21 જુલાઈના રોજ 20 મીમી વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

- text

- text