વાંકાનેર પોલીસ લાઈન ખાતે વેલ્ફેર અંતર્ગત ચિત્રસ્પર્ધા યોજાઈ

- text


વાંકાનેર : વાંકાનેર પોલીસ લાઈન ખાતે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વેલ્ફેર અંતર્ગત પોલીસ લાઈનના બાળકો માટે વાંકાનેર પોલીસ દ્વારા ગત તારીખ 15-7-2024 ને સોમવારના રોજ ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ચિત્ર સ્પર્ધામાં ધોરણ 1 થી 7 સુધીના આશરે 36 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ધોરણ 1 થી 7માં અભ્યાસ કરતા બાળકોને 1 થી 3 સુધીના વિજેતાને નંબર આપી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા. તેમજ ચિત્ર સ્પર્ધામાં ભાગ લેનાર પોલીસ લાઈનના તમામ બાળકોને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોત્સાહન રૂપે શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત તમામ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

- text

- text