મોરબીમાં વિદેશી દારૂ ભરેલી ઇકો રેઢી હાલતમાં મળી

- text


મોરબી : મોરબી – હળવદ રોડ ઉપર હરિઓમ પાર્ક સોસાયટી પાસેથી વિદેશી દારૂ ભરેલી ઇકો કાર રેઢી હાલતમાં મળી આવતા મોરબી તાલુકા પોલીસે ઇકો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરના આધારે ઇકો માલિક અને ચાલકને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી – હળવદ રોડ ઉપર હરિઓમ પાર્ક સોસાયટી નજીક ઇકો કાર રેઢી હાલતમાં પડી હોવાની બાતમી મળતા બનાવ સ્થળે જઈ ચેક કરતા જીજે – 12 – ડીએસ – 2930 નંબરની ઇકો કારમાંથી વિદેશી દારૂની 60 બોટલ કિંમત રૂપિયા 21હજાર મળી આવતા તાલુકા પોલીસે 3 લાખની ઇકો કાર સહિત 3.21 લાખનો મુદ્દામાલ કબજે કરી ઇકો કારના નંબરના આધારે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text