મોરબી – માળીયા હાઇવે ઉપર ટ્રક કન્ટેનર ચાલકે ઠોકર મારતા ટ્રેકટર ચાલકનું મૃત્યુ

- text


અમરનગર નજીક બનેલ બનાવમાં કન્ટેનર ટ્રેકટર ચાલક ઉપર ફરી વળ્યું, અકસ્માત સર્જી કન્ટેનર ચાલક નાસી ગયો

મોરબી : મોરબી – માળીયા મિયાણા નેશનલ હાઇવે ઉપર અમરનગર નજીક આગળ જઈ રહેલા ટ્રેક્ટરને કન્ટેનર ટ્રક ચાલકે ઠોકર મારતા ટ્રેકટર ચાલક રોડ ઉપર પડી ગયા બાદ કન્ટેનર ફરી વળતા ટ્રેકટર ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – માળીયા મિયાણા હાઇવે ઉપર અમરનગર નજીક આવેલ કેડા કારખાના સામે ટ્રેકટર પાછળ ટ્રોલી જોડી જઈ રહેલા સુરેશભાઈ બચુભાઇ ઘાટેલિયા રહે.શક્તિનગર, રવાપર નદી વાળા જતા હતા ત્યારે પાછળથી કન્ટેનર ટ્રક નંબર જીજે – 39 – ટી – 0644 નંબરના ચાલકે ઠોકર મારતા ટ્રેકટર રોડ ઉપર આડુ પડી જતા સુરેશભાઈ રોડ ઉપર પટકાયા હતા અને આ વેળાએ કન્ટેનર ચાલકે સુરેશભાઈ ઉપર કન્ટેનરનું ટાયર ફેરવી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા સુરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં કન્ટેનર ચાલક કન્ટેનર રેઢું મૂકી નાસી જતા મૃતકના ભાઈ મહેશભાઈ બચુભાઇ ઘાટેલિયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text