મોરબી : મોરબી સબજેલમાં હત્યાના ગુન્હામાં સજા ભોગવી રહેલા કાચા કામના કેદીનું ટીબીની બીમારીને કારણે પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ હત્યાના ગુન્હામાં હાલમા મોરબી સબજેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલા આરોપી અર્જુન જવરચંદ ગામર ઉ.35 મૂળ રહે.કુલપલા ગામ, ધાર, મધ્યપ્રદેશ વાળાને ટીબીની બીમારી સબબ પ્રથમ મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.