મોરબી : એન્ટિક વિટ્રીફાઈડ અને ઉમા ટાઉનશિપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : એન્ટિક વિટ્રીફાઈડ અને ઉમા ટાઉનશિપ મોરબી પરિવાર દ્વારા યુનિક સ્કૂલમાં સંસ્કાર બ્લડ સેન્ટર અને સિવિલ હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 113 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તથા જનરલ મેનેજર હિમાંશુસિંઘ અને ભાવનાસિંઘ તથા ભારતીબેન પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દરેક રકતદાતાઓને આકર્ષક ભેટ આપવામાં આવી હતી. રક્તદાન કેમ્પને સફળ બનાવવા રતિભાઈ ભાલોડીયા, મનુભાઈ જાકાસણીયા અને ઉમા ટાઉનશિપના સિનિયર સિટીઝન ભાઈઓએ જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ પટેલે આયોજકો અને રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

- text

- text