મોરબીમાં નિયાઝ લેવાની લાઈનમાં વચ્ચે ઘુસવા મામલે મારામારી

- text


લાઇન તોડી વચ્ચે ઘુસેલી મહિલાના પરિવારજનોએ બે મહિલાઓને માર મારતા ફરિયાદ

મોરબી : મોરબીના સિપાઈવાસમાં મહોરમ માસ નિમિતે નિયાઝ વિતરણ દરમિયાન લાઇન તોડી વચ્ચે ઘુસેલ મહિલાને ટોકતા આ મહિલાના પરિવારજનોએ બે મહિલાને માર મારતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સિપાઈવાસ ખાતે મહોરમ માસ નિમિતે છબીલે નિયાઝ વિતરણ કરવાં આવતું હોય ફરિયાદી અંજુમબેન જુસબભાઈ જીંદાણી, ઉ.36, રહે. સિપાઇવાસ મસ્જીદવાળી શેરી મોરબી વાળા નિયાઝ લેવા છબીલે લાઈનમાં ઉભા હતા ત્યારે આરોપી અનિશાબેન તૌફિકભાઈ મતવા નામની મહિલા લાઇન તોડી વચમાં ઘુસી જતા અંજુમબેને તેણીને ટોકતા બાદમાં આરોપી (૧) અનીશાબેન તોફિકભાઇ મતવા (૨) જુબેદાબેન કાસમભાઇ (૩) હાજીભાઇ મુસાભાઇ મતવા (૪) શકીનાબેન ઇબ્રાહિમભાઇ મતવા (૫) અમીનાબેન ઇબ્રાહિમભાઇ મતવા(૬) ઇનાયતભાઇ મુસાભાઇ મતવા (૭) સલીમભાઇ ઇબ્રાહિમભાઇ મતવા અને(૮) મુસાભાઇ ઇબ્રાહિમભાઇ મતવા તમામ રહે.સિપાઇવાસ મસ્જીદ વાડી શેરી મોરબીવાળાઓએ એક સંપ કરી ઢિકાપાટુનો માર મારેલ જેમા સાહેદ જુબેદાબેન વચ્ચે પડતા આરોપીઓએ વારાફરથી આવીને ફરીયાદીને તેમજ સાહેદોને ઢિકાપાટુનો માર મારી, લાકડી વતી સાહેદ જુબેદાબેનને શરીરે મૂઢઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝનમાં તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

- text

- text