મોરબીના ગાયત્રીનગરમા ઘરમા ધમધમતું જુગારધામ પકડાયું

- text


ત્રણ મહિલા સહિત નવ જુગારી પકડાયા

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રીનગરમાં રહેણાંક મકાનમાં જુગારધામ શરૂ થયું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી ત્રણ મહિલાઓ સહિત નવ જુગારીઓને ઝડપી લેતા જુગારી આલમમાં ફફડાટ મચી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર -૧માં રહેતા આરોપી કાનજીભાઈ ભીમજીભાઈ ખટાણાએ પોતાના ઘરમાં જુગારનો અખાડો શરૂ કર્યો હોવાની બાતમીને આધારે સિટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા બનાવ સ્થળેથી આરોપી (૧) કાનજીભાઇ ભીમજીભાઇ ખટાણા (૨) કાંતીલાલ ભગવાનજીભાઇ સાવરીયા (૩) સુરેશભાઇ ગોવીંદભાઇ સાવરીયા (૪) જયદીપભાઇ અણદાભાઇ આલ (૫) અનીલભાઇ ભગવાનજીભાઇ પરમાર (૬) જગદીશભાઇ મોતીભાઇ નૈયા (૭)ચેતનાબેન નવીનભાઇ ગુર્જર (૮) અંજલીબેન ધર્મેન્દ્રભાઇ ગૌસ્વામી અને (૯) મીનાબેન કાનજીભાઇ ખટાણા રોકડા રૂપિયા ૪૦,૧૨૦ સાથે તીનપતિનો જુગાર રમતા પકડાઈ જતા પોલીસે જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text