હળવદ : હળવદ શહેરના પંચમુખી ઢોરો વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા આરોપી નીતિન ખેમશંકર જોશી રહે.હરિનગર ગોલ્ડ સોસાયટી વાળાને પોલીસે વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 600 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.