મોરબી અને હળવદના કેદારીયા ગામેથી બે બાઈક ચોરાયા

- text


મોરબી : મોરબીના ઝૂલતા પુરની ટીકીટ બારી પાસેથી તેમજ હળવદ તાલુકાના કેદારીયા ગામેથી બે અલગ અલગ કિસ્સામાં બાઇકની ચોરી થતા બનાવ અંગે હળવદ અને મોરબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રથમ બનાવમાં મોરબીના દરબારગઢ નજીક ઝૂલતા પુલની ટીકીટ બારી પાસેથી કેશોદ તાલુકાના હાંડલા ગામે રહેતા ખેતાભાઇ વાલાભાઈ મહિડા ઉ.45નું રૂપિયા 60 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

જ્યારે બીજા બનાવમાં હળવદ તાલુકાના કેદારીયા ગામે રહેતા દિપક દેવશીભાઈ ઝીંઝુવાડિયા ઉ.44ની માલિકીનું 20 હજારની કિંમતનું બાઈક સિમમાંથી ચોરી થઈ જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text