હળવદ તાલુકાના દિઘડિયા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

- text


હળવદ : હળવદ તાલુકાના દિઘડિયા ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ધીરાભાઈ અવચરભાઈ રાપુસા, દેવરાજભાઈ ગોવિંદભાઈ આઘારા, કિશનભાઇ રાણાભાઇ કુંઢીયા અને હકાભાઇ ગાંડુભાઈ આધ્રોજીયાને તીનપતિનો જુગાર રમતા પકડી પાડી રોકડા રૂપિયા 28,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text