મોરબી – હળવદ હાઇવે ઉપર હોટલ સંચાલક દારૂ વેંચતા ઝડપાયો

- text


આંદરણા ગામની સીમમાં હોટલ પાછળ પાણીના ટાકામાં દેશી- વિદેશી દારૂનું થતું હતું વેચાણ

મોરબી : મોરબી – હળવદ હાઇવે ઉપર આવેલ હોટલ પાછળ પાણીના ટાકામાં દારૂનો જથ્થો છુપાવી દેશી અને વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી હોટલ સંચાલકને દેશી, વિદેશી દારૂ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે, મોરબી – હળવદ રોડ ઉપર આંદરણા ગામની સીમમાં આવેલ હોટલ સમરાથલ હોટલ પાછળ હોટલ સંચાલક આરોપી રાજેશ ગોરધનભાઇ સારણ ઉ.25 રહે.હાલ સમરાથલ હોટલ મૂળ રહે.રાજસ્થાન વાળો હોટલ પાછળ ખાડો ખોદી પાણીનો ટાકો રાખી આ ટાકામાં દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમીને આધારે દરોડો પાડતા આરોપી રાજેશ વિદેશી દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 1500 તેમજ દેશી દારૂ 10 લીટર કિંમત રૂપિયા 200 સાથે ઝડપાઈ જતા પોલીસે કુલ 1700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text