મોરબી સિવિલ હોસ્પિટલમાં બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુર્ણ કરતું યુવા શક્તિ ફાઉન્ડેશન

- text


મોરબી : ઈમરજન્સી એટલે યુવા શક્તિ ફાઉન્ડેશનથી જાણીતુ યુવા શક્તિ ગ્રુપ મોરબીના દરેક વિકટ સમયે ભારતીય સેનાની જેમ મોરબીની દરેક જરૂરિયાત ખડેપગે પૂર્ણ કરે છે તેમજ પોતાના હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશનના‌ ધ્યેય સાથે મોરબી તથા રાજકોટમાં 365 દિવસ બ્લડની ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડીને હજારો લોકોને જીવનદાન આપી ચુક્યુ છે.

જે મુજબ આજે મોરબી સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમા A+ અને B+ બ્લડની જરૂરિયાત ઉભી થવાની સ્થિતિ જણાવવામાં આવતા યુવા શક્તિ ગ્રુપના સભ્યો દ્વારા તાત્કાલિક 20થી વધુ બોટલ બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી કે‌ જેથી દર્દીના પરિજનોને બ્લડની જરૂરિયાત માટે અગવડતા ઉભી ના થાય તેમજ યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડ ગ્રુપની ઈમરજન્સી જરૂરિયાત પૂર્ણ કરવાની અવિરત સેવા ચાલુ રહેશે. જે માટે ગ્રુપના હેલ્પલાઇન નંબર 93493 93693 પર સંપર્ક કરવા ગ્રુપના મેન્ટોર પિયુષ ભાઈ બોપલીયા દ્વારા જણાવાયું છે.

- text

- text