હળવદના જુના ધનાળા ફાટક પાસેથી સીએનજી રીક્ષામાં દારૂ સાથે બે પકડાયા

- text


હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જુના ધનાળા ગામના ફાટક પાસેથી સીએનજી રીક્ષા લઈને પસાર થતા આરોપી બળદેવગર મહાદેવભાઈ ગોસાઈ અને વિશાલ સવજીભાઈ કાચરોલા રહે. બન્ને જીવા ગામ તા.ધ્રાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર નામના શખ્સોને અટકાવી તલાશી લેતા રીક્ષામાંથી વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપિયા 4800 મળી આવતા પોલીસે રૂપિયા 50 હજારની રીક્ષા સહિત 54,800નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text