મોરબી : ગુજરાતની GMERS કોલેજમાં ફી વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ફી વધારાના વિરોધમાં મોરબી NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.આજે તારીખ 12 જુલાઈ ને શુક્રવારે બપોરે 12 વાગ્યે મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલી GMERS મેડિકલ કોલેજ ખાતે મોરબી NSUI દ્વારા ફી વધારો પરત ખેંચવા માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ વિરોધ પ્રદર્શનમાં મોરબી NSUIના હોદ્દેદારો અને કાર્યકરો જોડાશે.