મોરબી : લાલપર પાસે ટ્રાફિક પોલીસે ક્રેન વડે વાહનો ખસેડી ટ્રાફિક દૂર કર્યો

- text


મોરબી : મોરબીના લાલપર ગામ પાસે આજે ટ્રક અને એક અન્ય વાહન વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માત થતાં હાઈવેની બન્ને બાજુ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. જેના કારણે ચારેક કલાક સુધી હાઈવે પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. ટ્રાફિકજામ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

- text

ટ્રાફિકજામની જાણકારી બાદ સ્થળ પર પહોંચેલી ટ્રાફિક પોલીસે અકસ્માત થયેલા વાહનને ક્રેન મારફતે દૂર ખસેડ્યા હતા અને ટ્રાફિક દૂર કર્યો હતો. ત્યારબાદ હાઈવે પર વાહન વ્યવહાર સામાન્ય થયો હતો.

- text